|| જય માઁ મોઢેશ્વરી ||

શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર

મોઢેરા  •  બેચરાજી તાલુકા  •  મહેસાણા  •  ગુજરાત

સર્વ મંગલ માંગલ્યે , શિવે સર્વાર્થ સાંધિકે |
શરણએ ત્ર્યંબઇકે ગૌરી, નારાયણી નમોસ્તુતે ||
યા દેવી સર્વભૂતેશુ, માતંગી-રૂપેન સંસ્થિતા |
નમઃતસ્યે, નમઃતસ્યે, નમઃતસ્યે નમો નમઃ ||
ॐ ह्रीं क्लीं हूं मातंग्यै फट् स्वाहा |
मोढेश्वरी मातंगी, मोढेरा वासिनी, विद्या दायिनी, ज्ञान प्रदायिनी ||
Shri Modheshwari Mataji Mandir, Modhera સૂર્યોદય દર્શન
☀   Sunrise View   ☀
|| ગૃહ-પ્રવેશ ||

સ્વાગતમ!

મોઢેરા — ગુજરાત ના મહેસાણા જિલ્લા માં પુષ્પાવતી નદી ના કિનારે વસેલું એક પવિત્ર ગામ. આ ભૂમિ પર શ્રી મોઢેશ્વરી માતાજી નું અનેક સૈકા ઑ જૂનું પવિત્ર મંદિર આવેલું છે, જેની મૂળ ભૂમિ ના નામ પર થી મોઢ સમાજ ના ચાર વર્ણો ના લોકો ને "મોઢ" નામ મળ્યું છે.

મોઢેશ્વરી માતા મોઢ કુળ ના ચાર વર્ણો ના કૂળદેવી છે. — મોઢ બ્રાહ્મણ, મોઢ વાણિયા, મોઢ ક્ષત્રિય અને મોઢ પાટીદાર. આજ ના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી સહિત કેટલાય વિશ્વ પ્રસિદ્ધ હસ્તીઓ ના કૂળદેવી છે.

મોઢેશ્વરી મૈયાનું સ્વરૂપ સિંહ પર સવાર ધનુષબાણ, ખડગ, ખડક, કુહાડી, ગદા, સર્પ, પરીઘ, શંખ, ઘટ, પાશ, કટાર, છરી, ત્રિશૂલ, મધપાત્ર, અક્ષમાળા, શક્તિ, તોમર, મધકુંભ વગેરે અઢાર હાથમાં ધારણ કરનારી, કડાં તેમજ બાજુબંધ પહેરનારી, શ્રી મોઢેશ્વરી માતાજીનું પાવનકારી મૂર્તિ સ્વરૂપ આજે પણ મોઢેરાની ધરતીને અજવાળી રહ્યું છે.

૧૦૨૬ સી.ઈ ભીમા ૧ દ્વારા સુર્ય મંદિર નિર્માણ
18 દેવી મોઢેશ્વરી ની ભુજા ઑ/span>
૨૫ કી. મી મહેસાણા શહેર થી અંતર
ભારત ભર માં મોઢ કુળ ના ભક્તો
☀   ✦   ☀
મોઢેશ્વરી માતા — અસ્તદશ ભુજા દેવી , માતંગી સ્વરૂપ,
કર્ણાટ અસુર ના નાશક, મોઢ કુળ રક્ષક — ધરમારણ્ય ની અધિષ્ઠાત્રી.
સુર્ય-કુંદન પવિત્ર જળ માં પ્રતિબિંબિત થઈ ઉઠ્યું સુર્ય મંદિર,
સોલંકી યુગ ની શિલ્પ કળા નો બેજોળ નમૂનો - ગુજરાત ની શાન.
✦   સંપાત દિને સુર્ય ની પહેલી કિરણ ગર્ભ ગૃહ માં પડતી   ✦
|| પ્રાગટ્ય ગ્રંથ ||

ઇતિહાસ & પ્રાગટ્ય

મોઢેરા એ ત્રેતા યુગ માં ધર્મરણ્ય તરીકે ઓડખાતું હતું, કહેવાય છે કે ભગવાન રામે બ્રહ્મ હત્યા ના પાપ થી મુક્ત થવા અંહી યજ્ઞ કર્યો હતો. અને મોઢેશ્વરી માતા એ આજ થી હજારો વર્ષ પૂર્વે કર્તાયસુર થી મોઢ સમાજ ની રક્ષા કરી હતી.

|| ત્રેતા યુગ — ભગવાન રામ ||

ધર્મરણ્ય — રામ ની યજ્ઞ ભૂમિ

સ્કંધ પુરાણ અનુશાર ભગવાન રામે રાવણ વધ બાદ બ્રહ્મ હત્યા ના દોષ ની શુદ્ધિ કરવા મુનિ વશિષ્ઠ ના કહેવા અનુશાર ધર્મરણ્ય (આજ નું મોઢેરા) માં આવી યજ્ઞ કર્યો હતો. જ્યાં યજ્ઞ કર્યો હતો ત્યાં એક ગામ વસ્યું - "મોઢેરક" જે કાળ ક્રમે મોઢેરા થયું.

|| કર્ણાટ વધ — મોઢેશ્વરી પ્રાગટ્ય ||

માતંગી પ્રાગટ્ય — ૧૮ ભુજા ની દેવી

આ ક્ષેત્રમાં કર્ણાટ નામના દૈત્યનો મહાત્રાસ હતો. તેનાથી ત્રાસીને અહીંના વિપ્રો અને વણિકોએ માતાજી સન્મુખ સ્તુતિ કરી. શ્રી માતાજીએ તેમને દૈત્યના ત્રાસમાંથી મુક્તિ અપાવવાનું વચન આપ્યું. માતાજીએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. મુખમાંથી અગનજવાળા પ્રગટવા લાગી. નેત્રો લાલઘૂમ થઇ ગયાં. માતાજીની અઢાર ભુજાઓમાં જુદાંજુદાં અસ્ત્ર-શસ્ત્ર હતાં. શ્રી મૈયા અને દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું. છેવટે માતાજીએ દુષ્ટ કર્ણાટ અને તેના સૈન્યનો વિનાશ કર્યો. દૈત્યના ત્રાસમાંથી મુક્ત બનેલા સૌ કોઇએ વિજયોત્સવ મનાવ્યો. ત્યારથી શ્રી મોઢેશ્વરી દેવી સમગ્ર મોઢ સમાજના કુળદેવી તરીકે પૂજનીય છે.

|| વિક્રમ સંવત ૧૦૮૩ — ૧૦૨૬ સી. ઈ ||

સોલંકી રાજા ભીમ ૧ - સુર્ય મંદિર નું નિર્માણ

ચાલુક્ય (સોલંકી) વંશ ના રાજા ભીમ ૧ એ મહુમદ ગજનવી પર વિજય બાદ પુષ્પાવતી નદી ના કિનારે એક અદભૂત સુર્ય મંદિર બનાવ્યું. અંહી સુર્ય કુંડ માં ૧૦૮ દેવ મંદિર આવેલા છે. સંપાત ના દિવશે સુર્ય ની પહેલી કિરણ સીધી મંદિર ના ગર્ભ ગૃહ માં પડે છે. જે આ મંદિર ની બનાવટ ને અસાધારણ ખગોલિય બનાવટ બનાવે છે.

|| મારુ-ગુર્જર આર્કિટેક્ટ ||

ત્રિવિધ રચના - કુંડ, સભા મંડપ, ગર્ભ ગૃહ

સુર્ય મંદિર ત્રણ ભાગો માં વિભાજિત છે. (૧) સુર્યકુંડ - ૧૭૬ ક્ષ ૧૨૦ ફૂટ ની પવિત્ર વાવ જેમાં ૧૦૮ લઘુ મંદિર છે. (૨) સભા મંડપ - ૧૨ આદિત્ય ના ખાંભા - શિલ્પ, (૩) ગર્ભ ગૃહ - સુર્ય દેવ ની મૂળ પ્રતિમા (હાલ માં તૂટી છે)

|| મોગલ આક્રમણ ||

યુદ્ધ અને મંદિર નું ખંડિત થયું

મોગલ સામ્રાજ્ય વખતે શ્રી મોઢેશ્વરી માતાજીની મૂર્તિને વિધર્મીઓ ખંડિત ન કરે તે માટે તેને વાવમાં સંતાડી દીધી હતી જે આજે ‘ધર્મવાવ’ નામે જાણીતી છે. મંદિરસંકુલમાં શ્રી મોઢેશ્વરી મૈયાના નિજસ્થાનક ઉપરાંત શ્રી ભટ્ટારિકાદેવી, શ્રી કૃષ્ણમંદિર, શ્રી શિવજીનાં દેવસ્થાનક દર્શનીય છે.

|| આજ — UNESCO Tentative List 2014 ||

આધુનિક પુનઃ ઉદ્ધાર અને સરક્ષણ

૨૦૧૪ માં મોઢેરા સુર્ય મંદિર ને UNESCO World Heritage Tentative List માં સ્થાન મળ્યું. ગુજરાત ટૂરિસમ દ્વારા દરવર્સે જાન્યુઆરી મહિના માં "ઉત્તરાર્થ મહોત્સવ" નું આયોજન કરે છે,

|| કુળ પરિચય ||

મોઢ કુળ — કુળ પરિચય

🧟

મોઢ બ્રાહ્મણ

બ્રાહ્મણો જેઓ અંહી યજ્ઞ કરતાં મોઢેશ્વરી માતા ના મુખ્ય પૂજારી હેમચંદ્ર આચાર્ય મોઢ બ્રહ્મણ હતા. કેટલીક મુખ્ય બ્રહ્મણ અટક : ત્રિવેદી, જોષી, દવે, જાની, ભટ્ટ વગેરે

👑

મોઢ વણિક

વૈશ્ય વર્ણ ના વાણિયા - ગુજરાત અને ભારત ભર માં વેપાર માં આગળ છે, ભારત ના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મોઢ વણિક છે, કહેવાય છે આપના બાપુ મહાત્મા ગાંધી પાન મોઢ વણિક હતા. મોઢ વણિક વડોદરા, સુરત મુંબઈ અને સમગ્ર વિશ્વ માં વેપાર કરે છે.

મોઢ ક્ષત્રિય & પાટીદાર

કહેવાય છે ક્ષત્રિય પહેલા મોઢેરા માં રહેતા અને અંહી નું રક્ષણ કરતાં પરંતુ ખેતી અને અન્ય વ્યવસાય કરવા તેઓ આજે સમગ્ર ભારત માં વ્યાપેલા છે.

🌎

મોઢ કમ્યૂનિટી - વિશ્વ વ્યાપી

મોઢેરા થી નીકળી આજે મોઢ સમાજ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, લંદન, ન્યુ યોર્ક, સિંગાપુર, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયેલા છે. અને જ્યાં મોઢ છે ત્યાં સમગ્ર વિશ્વ માં ઘણા મોઢેશ્વરી માતા ના મંદિર આવેલા છે.

📚

ધર્મરણ્ય પુરાણ

મોઢ બ્રાહ્મણ ની ઉત્પતિ નો ઇતિહાસ ધર્મરણ્ય પુરાણ માં વર્ણીત છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ધર્મરણ્ય ને પવિત્ર તીર્થ સ્થાન બનાવવા ચાર વેદ ના જ્ઞાની બ્રાહ્મણો ની રચના કરી અને મોઢ વંશ ની શરૂઆત કરી.

મહા સુદ તેરસ — ઉત્સવ

દર વર્ષે મહા મહિના ની સુદ તેરસ ના દિવશે સમગ્ર વિશ્વ માં રહેલા મોઢ, મોઢેશ્વરી જયંતી નો ઉત્સવ મનાવે છે. મોઢેરા મંદિર માં આ દિવશે મોટો મેળો ભરાય છે.

|| સુર્ય મંદિર ગૌરવ ||

મોઢેરા સુર્ય મંદિર

Modhera Sun Temple
UNESCO Tentative List

સૂર્યદેવ — ભીમ I નો સ્થાપત્ય ચમત્કાર

એક હજાર વર્ષ પૂર્વે સોલંકી રાજા ભીમ I એ ૧૦૨૬ સી. ઇ માં પુષ્પાવતી નદી ના કિનારે આ સુર્ય મંદિર બનાવ્યું. મારુ-ગુર્જર સ્થાપત્ય બનાવટ માં બનેલું આ મંદિર ગુજરાત ના સૌથી સુંદર સ્થાપત્ય નું ઉદાહરણ છે. કોનાર્ક ના સુર્ય મંદિર બાદ ભારત નું સૌથી પ્રસિદ્ધ સુર્ય મંદિર છે.

મંદિર ની અસાધારણ વિશેષતા: સંપાત (Equinox) ના રોજ — માર્ચ ૨૧ અને સપ્ટેમ્બર ૨૧ ના રોજ — ઊગતા સુર્ય ની પહેલી કિરણ સિદ્ધિ મંદિર ના ગર્ભ ગૃહ માં પડતી અને આખા મંદિર માં સુર્ય પ્રકાશ પડતો. આ ૧૦૦૦ વર્ષ જૂની ખગોલિય ગણતરી આજ ના ઇજનેરો ને પણ ચકિત કરે છે.

સુર્યકુંડ — ૧૦૮ દેરી સભા મંડપ — ૧૨ આદિત્ય (રાશિ) સંપાત ગણના મારુ-ગુર્જર સ્થાપત્ય ઉતરર્થ મહોત્સવ (જાન્યુ ) ASI સંવર્ધિત સ્થાપત્ય
|| ભક્ત સેવા ||

ઉપયોગી માહિતી

🗺

કેવી રીતે પહોંચશો ?

  • રોડ: અમદાવાદ → મોઢેરા : ૯૯ કી.મી | મહેસાણા → મોઢેરા : ૨૫ કી.મી
  • ટ્રેન: નજીક નું સ્ટેશન — મહેસાણા જંકશન (૨૮ કી. મી , ૪૦ મીનટ )
  • વિમાન: અમદાવાદ એરપોર્ટ (૯૫ કી. મી , ~૨ કલાક)
  • બસ: ગુજરાત રોડવેસ — મહેસાણા થી મોઢેરા સીધી બસ
  • ગાંધીનગર થી ૯૩ કી. મી | પાટણ થી ૨૪ કી. મી
🥮

તહેવારો & ઉત્સવ

  • મહા સુદ તેરસ — મોઢેશ્વરી જયંતી — ભવ્ય મેળો
  • ચૈત્ર નવરાત્રી — ૯ દિવષ ખાસ પૂજા, ગરબા, હવન
  • દર મહિના ની પૂર્ણિમા —વિશેષ પૂજા & દર્શન
  • ઉતરાર્ધ મહોત્સવ — જાન્યુઆરી (સુર્ય મંદિર) — ક્લાસિકલ નૃત્ય કાર્યક્રમ
  • સંપાત —માર્ચ ૨૧ & સપ્ટેમ્બર ૨૧ — સુર્ય કિરણ ગર્ભ ગૃહ માં
📍

સંપર્ક & માહિતી

મંદિર શ્રી માતંગી મોઢેશ્વરી માતા મંદિર, મોઢેરા
સરનામું મોઢેરા , તા. બેચરાજી
જી. મહેસાણા , ગુજરાત — ૩૮૪૨૧૨
ફોન ૦૨૭૩૪ ૨૮૪ ૩૨૭
સમય સવારે ૦૭:૦૦ થી સાંજ ના ૦૭:૩૦ (દરરોજ)
ASI સુર્ય મંદિર — ASI સૌરક્ષિત, પ્રવેશ ફી લાગુ